સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તો.. લાલૂ નક્સલીઓને ટિકિટ આપશે !
Feedback Print Bookmark and Share
 

આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે અહીં કહ્યું છે કે, જો નક્સલી હિંસા છોડી દે છે તો તેમની પાર્ટી ચૂંટણી લડવા માટે તેમને ટિકિટ આપશે.

લાલૂએ કહ્યું કે, જો તે હિંસાનો રસ્તો છોડીને મુખ્યધારામાં શામેલ થઈ જાય છે તો અમે તેમને ટિકિટ આપીશું. અહિંસાનો રસ્તો સર્વશ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે, નક્સલી સમાજનો ભાગ છે અને અમે નક્સલવાદના મૂળ સુધી જવા ઈચ્છીએ છીએ.

લાલૂએ કહ્યું કે, કેટલાયે માઓવાદીઓ છે જે હિંસાનો માર્ગ છોડવા ઈચ્છે છે કારણ કે, કોઈ પણ આ રસ્તાને પસંદ કરતું નથી. તેમણે નક્સલીઓને કહ્યું કે, જો તે હથિયારોનો ત્યાગ કરી દે છે તો તેમના હાથમાં પાર્ટીનું ચૂંટણી ચિન્હ લાલટેન પકડાવી દેવામાં આવશે. જેનાથી રાજ્યમાં પ્રકાશનું કિરણ ફેલાઈ શકશે.
સંબંધિત જાણકારી શોધો