સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ઓશો આશ્રમમાં રોકાયો હતો હેડલી
Feedback Print Bookmark and Share
 

અમેરિકામાંથી ઝડપાયેલા લશ્કરે તોઇબાના આતંકવાદી ડેવીડ હેડલીએ બે વખત પૂણેના ઓશો આશ્રમની મુલાકાત લીધી હતી. તપાસમાં માલુમ પડ્યું છે કે, પૂણેના કોરેગાંવ પાર્ક વિસ્તારમાં આવેલા ઓશો આશ્રમમાં જૂન 2008 અને માર્ચ 19, 2009ના દિવસે ગયો હતો.

તેની પાસે બિઝનેસ વિઝા હતા. અને બન્ને વખતે તેણે પૂણેની એકદિવસીય મુલાકાત લીધી હતી. ઓશો આશ્રમના ઇન્ચાર્જ મા સાધનાએ જણાવ્યું હતું કે, તેમને હેડલી યાદ નથી, લોકો આવે છે અને જાય છે પરંતુ અહીં રોકાતા નથી.

ઉલ્લેખનીય છે કે, હેડલીએ ભારતના વિવિધ સ્થળોએ રેકી કરી હતી. તેમજ સોમવારે આ સંદર્ભે કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, દેશના પરમાણું મથકો પર આતંકવાદી હુમલાઓ થઇ શકે છે.

સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: ઓશો આશ્રમ, હેડલી