સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મહેશ ભટ્ટે વડાપ્રધાનને પત્ર લખ્યો
Feedback Print Bookmark and Share
 

હેડલી-રાહુલ કનેક્શનના ખુલાસાથી ભટ્ટ પરિવારની મુશ્કેલીઓ વધી ગઈ છે. મહેશ ભટ્ટે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર લખીને પોતાનું દુ:ખડું જાહેર કર્યું છે.

મહેશ ભટ્ટ ખુબ જ પરેશાન છે કારણ કે હેડલી લિંકે પરિવારની સ્વચ્છ છબીને કલંક લગાવી દીધો છે. આબરૂની સાથોસાથ પુત્રનું જીવન પણ ભયમાં મૂકાઈ ગયું છે જેનાથી પરેશાન મહેશ ભટ્ટે વડાપ્રધાનના ઘરનો દરવાજો ખખડાવ્યો છે. મહેશભટ્ટે વડાપ્રધાનને પત્ર લખીને મદદ માટેની અપીલ કરી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે, હું આતંકવાદનો શિકાર બન્યો છું.

અમે હમેશા આતંકવાદ વુરુદ્ધ દેશની મદદ કરી છે પરંતુ આજે અમે ખુદ જ તેનાથી પીડિત છીએ. તેમણે કહ્યું કે, મારી ફિલ્મ દેખાડવામાં આવી રહી છે તેના પર એટેક કરવામાં આવ્યો છે અને ફિટનેસ ઈંસ્ટ્રક્ટર વિલાસને દૂર રહેવાનું કહ્યું છે આ ખુબ જ દુખદ વાત છે. મારો પુત્ર એક માસ ઘર પર રહી શકે છે. વિલાસના ડિસેમ્બરમાં લગ્ન છે.

તેમણે લખ્યું છે કે, સિવિલ સોસાયટી વગર આતંકવાદ વિરુદ્ધ લડાઈ ન લડી શકાય અને આ કારણે અમે પોલીસને પૂરી મદદ કરી પરંતુ મારે દુખ સાથે કહેવું પડી રહ્યું છે કે, હું ખોટો છું. તેમણે પોલીસ પર સુરક્ષાને ધ્યાનમાં ન લેવાનો આરોપ લગાડતા કહ્યું કે, વિદેશોમાં સાક્ષીઓને પ્રોટેક્ટ કરવામાં આવે છે પરંતુ અહીં તેમના નામનો ખુલાસો કરી દેવામાં આવે છે.
સંબંધિત જાણકારી શોધો