આતંકી હેડલીના કેસમાં નવો ખુલાસો થયો છે કે, ડેવિડ કોલમૈન હેડલી અને તહાવ્વુર હુસૈન રાણા કેરળના મુનારમાં રોકાયા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર હેડલી સાથે એક મહિલા પણ હતી પરંતુ હાલ તેની ઓળખ ઉજાગર થઈ શકી નથી.
કહેવામાં આવી રહ્યું છે કે, હેડલી-રાણા મુનારના એક રિસોર્ટમાં રોકાયા હતા અને અહીં તેમણે બે દિવસ વિતાવ્યાં. સાથે જ હેડલી વિષે એ માહિતી મળી છે કે, તેણે કેટલીયે આંતરરાષ્ટ્રીય બેન્કોના ક્રેડિટ કાર્ડનો ભારતમાં ઉપયોગ કર્યો.
આ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ભલે જ ભારતમાં થયો હતો પરંતુ તેની ચૂકવણી વિદેશમાં થાય છે. આ તમામ પૈસા વેસ્ટર્ન યૂનિયનથી ટ્રાંસફર થાય છે અને હેડલી તેને તેનાથી પોતાના આતંકી ષડયંત્રને અંજામ આપવા ઈચ્છતો હતો.