કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું છે કે, લોકો તેમને ભવિષ્યમાં બનનારા વડાપ્રધાનના રૂપમાં ન જોવે કારણ કે, ભવિષ્યમાં શું થવાનું છે તે કોઈ પણ જાણી શકતું નથી.
કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન રાહુલે કહ્યું કે, લોકો તેમને ભવિષ્યના વડાપ્રધાન ન સમજે કારણ કે, ભવિષ્ય કોઈએ પણ જોયું નથી.
તેમણે કહ્યું કે, કોઈ પણ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે. તેમણે આ પ્રતિક્રિયા કેટલાય વિદ્યાર્થીઓ દ્વારા તેમને ભવિષ્યના વડાપ્રધાન કહેવા પર વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન મનમોહન સિંહ ઘણું જ સારુ કામ કરી રહ્યાં છે. તેમણે વિદ્યાર્થી દ્વારા ગ્લોબલ વાર્મિગ, આરક્ષણ અને અન્ય મુદ્દાઓ પર પુછવામાં આવેલા પ્રશ્નોના પણ જવાબ આપ્યાં.