સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કરોડાના કોડાની કુલ સંપત્તિ એક કરોડ
Feedback Print Bookmark and Share
 

બે હજાર કરોડ રૂપિયાથી વધારેનું નાણા કૌભાંડ કરવાના આરોપોનો સામનો કરી રહેલા ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાએ લોકસભા ચૂંટણી વખતે પોતાની કુલ સંપત્તિ આશરે એક કરોડ રૂપિયા જણાવી હતી.

વર્ષ 2005 માં કોડા પાસે ચલ સંપત્તિ 13 લાખ રૂપિયાની હતી અને 2009 સુધી 94 લાખ પહોંચી ગઈ. તેમની અચલ સંપત્તિ પણ બે ગણી થઈને ચાર લાખ રૂપિયાથી વધારે આ દરમિયાન વધી ગઈ.

આ અંગેનો ખુલાસો ખુદ કોડાએ કર્યો હતો. પોતાની સંપત્તિનો પ્રથમ વખત ખુલાસો તેમણે 2005 ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પચ સમક્ષ દાખલ સૌગંધનામા કર્યો હતો. ત્યાર બાદ તેમણે આ વર્ષે લોકસભા ચૂંટણી દરમિયાન ખુલાસો કર્યો.

કોડા બે વખત ચૂંટણી જીત્યાં. વર્ષ 2005 માં જગન્નાથપુર વિધાનસભા સીટથી ચૂંટણી જીત્યાં હતાં જ્યારે આ વખતે તે સિંહભૂમથી નિર્દલીય ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી જીત્યાં.

ચૂંટણી પંચની વેબસાઈટ અનુસાર સૌગંધનામામાં કહેવામાં આવ્યું છે કે, 2005 માં તેમની પાસે જે 30 હજાર રૂપિયા રોકડા હતાં તે પણ 2009 માં વધીને 13.6 લાખ રૂપિયા થઈ ગયાં.
સંબંધિત જાણકારી શોધો