સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » માઓવાદિઓનો ટ્રેન પર હુમલો, ત્રણના મોત
Feedback Print Bookmark and Share
 

ઝારખંડના પશ્ચિમી સિંહભૂમિના ઘાઘરા હાલ્ટની પાસે ગઈ રાત્રે માઓવાદીઓએ રેલના પાટાને ઉડાવી દીધા, જેનાથી ટાટા બિલાસપુર પેસેંજર ટ્રેનના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા ઘટનામાં બે યાત્રીઓ મૃત્યુ પામ્યા અને 47 થી વધુ ઘાયલ થઈ ગયા. ઘટના સાંજે લગભગ સવા નવ વાગે થઈ. મીડિયા રિપોર્ટોમાં મૃત્યુ સંખ્યા ત્રણ બતાવવામાં આવી રહી છે.

રેલ મંત્રી મમતા બેનર્જીએ દિલ્લીથી જણાવ્યુ ટ્રેનમાં 10 ડબ્બા હતા, જેમાંથી પાંચ પાટા પરથી ઉતરી ગયા અને ત્રણ અન્ય પલટાઈ ગયા. તેમણે જણાવ્યુ કે એક પલટાયેલી બોગીમાં બે લાશ મળી, જ્યારે કે 47 લોકો ઘાયલ થઈ ગયા. છ બીજા મુસાફરો એક અન્ય ડબ્બામાં ફંસાયા હતા.

મમતાએ જણાવ્યુ કે અત્યાર સુધી ત્રણ મુસાફરોને બચાવવામાં આવ્યા છે. ડબ્બાને કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

માનોહર અને પોઝોઈટા રેલવે સ્ટેશન વચ્ચે પાયલોટ એંજિન પસાર થવાના લગભગ 20 મિનિટ બાદ ટ્રેનના એંજિન આગળ વિસ્ફોટ થયો.

મમતાએ કહ્યુ માઓવાદીઓએ રેલ પાટાનો એક ભાગ ઉડાવી દીધો, જેનાથી ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. રાહત અને બચાવકર્મચારીઓને ડરાવવા ખાતર પણ ત્રણ-ચાર વિસ્ફોટ કર્યા.

રેલવેના પોલીસ ઓફિસર અમિલ બી. હોમકરે કહ્યુ કે રેલવે સ્ટાફ અને રાહત ટીમો ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે, જે ઘાયલ મુસાફરોને બચાવવા માટે ડબ્બાઓને કાપી રહી છે.
સંબંધિત જાણકારી શોધો