26/11 ની પ્રથમ વરસી છે અને આતંકી એકવાર ફરી મોટા હુમલાની તૈયારીમાં છે. દેશની ટોપ ગુપ્ત એજંસીઓએ બધા રાજ્યોને એલર્ટ રહેવાની સલાહ આપી છે.
ગુપ્ત એજંસીઓ મુજબ પાકિસ્તાનમાં બેસેલા આતંકના ગુરૂ હેડલી અને રાણાની ધરપકડ પરથી લોકોનુ ધ્યાન હટાવવા માટે કોઈ મોટો હુમલો કરી શકે છે. બીજી બાજુ એક અમેરિકી છાપા મુજબ આતંકવાદી હેડલીની સાથે મળી ભારત પર હુમલો કરવાના આરોપમાં પાકિસ્તાનમાં સૈન્ય ઓફિસર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હજુ એ સ્પષ્ટ નથી થયુ કે આ સૈન્ય ઓફિસરોની ભારતમાં આતંકવાદી હુમલામાં શુ ભૂમિકા રહી.
ગયા મહિને ધરપકડ પામેલા હેડલી અને તહવ્વુર હુસૈન રાણા પર લશ્કર-એ-તૈયબાના સાથે મળીને ભારત અને ડૈનિશ અખબાર પર હુમલાનો આરોપ છે. પાકિસ્તાનના એક પૂર્વ સૈન્ય અધિકારીને આ હુમલામાં સહ-અભિયુક્ત બનાવવામાં આવ્યા છે. અમેરિકી ગુપ્ત એજંસીઓના મુજબ પાકિસ્તાની સૈન્ય અને ગુપ્ત એજંસીના અધિકારી ભારત પર હુમલો કરનારા આતંકીઓને પ્રોત્સાહન આપે છે.