સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » મુંબઈમાં 28 નવેમ્બરે 14 બ્લાસ્ટની ધમકી
Feedback Print Bookmark and Share
 

એક વાર ફરી મુંબઈને કંપાવવાની ધમકી મળી છે. મુંબઈમાં રેલવે પોલીસને એક ધમકી ભર્યો પત્ર મળ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યુ છે કે 28 નવેમ્બરના રોજ મુંબઈમાં 14 જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવશે. એવુ બતાવાય રહ્યુ છે કે આ જગ્યાએના નામ પણ પત્રમાં લખ્યા છે. પત્રમાં મંત્રાલય, ગવર્નર હાઉસ, સીએસટી, ચર્ચગેટ અને દાદર સ્ટેશનનો ઉલ્લેખ છે. રેલવે પોલીસે આ ચિઠ્ઠી એટીએસને સોંપી દીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ 14 નવેમ્બરના રોજ બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી.
સંબંધિત જાણકારી શોધો