બાળ ઠાકરેનુ કહેવુ છે કે મીડિયા કોઈ ભગવાન નથી. આ વાતને કહેવા માટે બાળ ઠાકરેએ મીડિયાનો જ સહારો લીધો. શિવસેનાના મુખપત્ર 'સામના'માં લેખ લખીને બાળ ઠાકરેએ ગઈકાલે મુંબઈમાં મીડિયા હાઉસ પર થયેલ હુમલાને યોગ્ય બતાવ્યો છે.
બાળ ઠાકરે એ લખ્યુ છે કે - શિવસેના પ્રમુખના વિરુધ્ધ ખોટી નિવેદનબાજી કરવાવાળાઓને માર્યા, તોડ-ફોડ કરી. વર્તમાન સમયમાં મીડિયા નામનુ ફયાન આમ જ અહીં તહી ફરતુ રહે છે. સોપારી લઈને જાણી જોઈને કોઈ એકને ટારગેટ બનાવાય છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે, જેમા મીડિયાની ભૂમિકા રામશાસ્ત્રીની નહી પરંતુ દામશાસ્ત્રીની હતી.
બીજી બાજુ આઈબીએ-લોકમત ચેનલમાં બાળા સાહેબ વિરુધ્ધ નિવેદનો આવી રહ્યા હતા. તેથી આ ચેનલના વિરુધ્ધ શિવ સેનાનો ગુસ્સો ફતી નીકળ્યો અને કાર્યાલયમાં ધુસીને સંપાદક નિખિલ વાગલે અને તેના સહકર્મચારીઓને માર્યા. શિવ સૈનિકોનો ગુસ્સો એટલો મોટો હતો કે કાર્યાલયમાં ચારેબાજુ કાંચના ટુકડા ફેલાયેલા હતા. શિવ સૈનિકોના હાથમા હોકી, સ્ટિક, લોખંડની રોડ, સ્ટંપ અને લાકડીઓ હતી અને તેઓ સીધા કાર્યાલયમાં ઘુસ્યા. તેમણે સીસીટીવી કેમેરાની પરવા ન કરી અને બધાને ઠેકાણે લગાવી દીધા.
શિવ સૈનિકોએ એ બતાવી દીધુ કે જો શિવસેના પ્રમુખ વિરુધ્ધ ખોટા સમાચારો છાપશો તો તેની સાથે આવુ જ કરવામાં આવશે.
આ લેખ દ્વારા બાળ ઠાકરેએ શિવસૈનિકોના તાંડવને યોગ્ય બતાવ્યુ છે. તેમના છેલ્લા શબ્દોએ બીજા પત્રકારોને પણ ધમકી આપી દીધી છે.