તિબ્બતી આધ્યાત્મિક નેતા દલઈ લામાએ કહ્યુ કે ચીનની 1.3 અરબ જનતાને સત્ય જાણવાનો અધિકાર છે અને ત્યાંના કમ્યુનિસ્ટ શાસને વાતને ફેરવીને રજૂ કરવાથી બચવુ જોઈએ.
દલાઈ લામાએ એ પણ કહ્યુ કે તેમણે કાયમ એશિયા અને વિશ્વમા ભારતની વૃહદ ભૂમિકાની વકીલાત કરી છે, કારણ કે આ ધરતી પરનુ સૌથી મોટુ લોકતંત્ર છે.
નોબેલ પુરસ્કાર વિજેતાએ કહુ કે પારદર્શિતા અને સ્વતંત્રતા સૌહાર્દપૂર્ણ સમાજના જરૂરી તત્વો છે અને ચીનની 1.3 અરબ જનતાને હકીકત જાણવનો અધિકાર છે. કમ્યુનિસ્ટ પાર્ટીને તેમને હકીકતથી દૂર રાખવાનો કોઈ અધિકાર નથી.