ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટે આજે કહ્યુ કે પ્રધાનમંત્રી મનમોહન સિંહે તેમના દ્વારા લખાયેલા પત્રનો જવાબ આપી દીધો છે. જેમા તેમણે કેસ પર ધ્યાન આપવાનુ આશ્વાસન આપ્યુ છે.
મહેશ ભટ્ટે મનમોહનને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે અમેરિકામાં એફબીઆઈ દ્વારા ધરપકડ કરવામાં આવેલ શંકાસ્પદ આતંકવાદી ડેવિડ કોલેમેન હેડલી પ્રકરણમાં તેમના પુત્રના નામને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહ્યુ છે.
ભટ્ટે જણાવ્યુ કે મને ખુશી છે કે પ્રધાનમંત્રીએ મારા પત્રનો સકારાત્મક જવાબ આપી દીધો. હવે મને વિશ્વાસ છે કે બધુ ઠીક થઈ જશે. તેમણે જણાવ્યુ કે પ્રધાનમંત્રીની તરફથી આ પત્ર આજે મળ્યો જે તેમના ખાનગી સહાયક જયદીપ સરકાર દ્વાર મોકલવામાં આવ્યો છે. જેમા સરકારે લખ્યુ છે કે પ્રધાનમંત્રીએ મને લખ્યુ છે કે તમારો પત્ર મળી ગયો છે અને ગૃહ મંત્રાલયને કેસને જોવાનુ કહેવામાં આવ્યુ છે
ભટ્ટે ગયા અઠવાડિયે પ્રધાનમંત્રીને લખેલ પત્રમાં આરોપ લગાવ્યો હતો કે ડેવિડ કોલમેન હેડલી પ્રકરણની તપાસ કરી રહેલ અધિકારીઓએ રાહુલ વિશે પસંદગીની સૂચના લીક કરી દીધી જ એમા તેમના પુત્રને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો.