અસમના નલબારી જિલ્લામાં ઉગ્રવાદીઓ દ્વારા આજે કરવામાં આવેલ ત્રણ બોમ્બ ધમાકાઓમાં ચાર લોકોના મોત થઈ ગયા. 30 અન્ય ઘાયલ થઈ ગયા. ઘાયલોને જીએમસી અને નલબારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શરૂઆતી સમાચારો મુજબ ગુવાહાટીથી 70 કિમી દૂર નલબારી જિલ્લામાં મુખ્ય પોલીસ મથક પાસે સવારે ઉગ્રવાદીઓને બે ધમાકાઓને અંજામ આપ્યો. ત્રીજો બોમ્બ ગોપાલ બજારમાં બ્લાસ્ટ થયો. ત્રણે બોમ્બ બે સાઈકલો પર મૂક્યા હતા.
બ્લાસ્ટ યૂનાઈટેડ લિબરેશન ફ્રંટ ઓફ અસમ (ઉલ્ફા)ની કરતૂત બતાવવામાં આવી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળને ધેરી લીધુ છે, જ્યારે કે સમગ્ર અસમમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
વિસ્તારમાં પાંચ લોકો માર્યા ગયા : મીડિયા રિપોર્ટો મુજબ કેટલાક દિવસ પહેલા શંકાસ્પદ લોકોને વિસ્તારમાં ફરતા જોવા મળ્યા. આ ઉપરાંત પોલીસ અને સુરક્ષા એજંસીઓને સાત લોકોને બાંગ્લાદેશની સીમાથી અસમમાં ઘુસપૈઠ કરવાની વાત કરી હતી. એવુ માનવામાં આવી રહ્યુ છે એક ધમાકાની પાછળ આ જ લોકોનો હાથ હોઈ શકે છે.
રસ્તા કિનારે સાઈકલ મૂકવાની પરવાનગી નહી : સમાચાર મુજબ ગયા વર્ષે પ્રદેશમાં થયેલ બોમ્બ ધમાકામાં સાઈકલ બોમ્બનો ઉપયોગ સામે આવ્યા પછી પોલીસે રસ્તા કિનારે સાઈકલ મૂકવા પર રોક લગાવે છે. આમ છતા ઉગ્રવાદી પોતાના ઈરાદાઓમાં સફળ થઈ ગયા.
ઉલ્ફાનુ મુખ્ય ઠેકાણુ છે નલબારી : સમાચાર ચેનલોનુ માનીએ તો નલબારી આતંકી ગતિવિધિઓનુ મુખ્ય કેન્દ્ર રહ્યુ છે. સન 1990ના દશકામાં અહી ઘણા આતંકવાદી શિવિરોના ઉગ્રવાદી મોટાભાગે નલાબરી આવીને પોતાની ગતિવિધિઓ ચલાવતા રહ્યા છે.