સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » પાકના પરમાણુ હથિયારોને લઈને ભારત ચિંતિત
Feedback Print Bookmark and Share
 

પાકિસ્તાનમાં વધતા આંતકી હુમલા બાદ તેના પરમાણુ હથિયારના જખીરાની સુરક્ષા માટે ઉત્પન્ન થયેલા ખતરાને ધ્યાનમાં લઈને રક્ષા મંત્રી એકે એંટનીએ આજે કહ્યું છે કે, તે ખોટા હાથમાં આવવાનો ખતરો 'ગંભીર ચિંતાનો વિષય' છે અને તેના પરિણામ 'અકલ્પનીય' હશે.

એંટનીએ એ વાત તરફ પણ ધ્યાન અપાવ્યું કે, એવો ભાગ્યે જ કોઈ દેશ હશે જે આતંકવાદથી પીડિત ન હોય. તેમણે કહ્યું કે, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં તાજેતરમાં સર્જાયેલી આતંકી ઘટનાઓએ ‘દક્ષિણ એશિયાને અસ્થિરતા તરફ ખસેડી દીધું છે.

‘ચેંજિંગ નેચર ઑફ કૉન્ફ્લ્ક્ટિ : ટ્રેંડ્સ એંડ રેસ્પાંસેજ’ વિષય પર આયોજિત સમ્મેલનને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, ‘પરમાણુ હથિયારોનું ખોટા હાથોમાં જવાનો ખતરો ગંભીર ચિંતાનું કારણ બન્યો છે અને એવી સ્થિતિમાં પરિણામ અકલ્પનીય હશે.
સંબંધિત જાણકારી શોધો