તેને સંસદમાં તુરંત રજૂ કરવાની માગણી લઈને મચેલા હંગામાના કારણે લોકસભા અને રાજ્યસભામી કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
લોકસભા સદનની બેઠક એક વખતના સ્થગિત થયાં બાદ 12 વાગ્યે પુન: શરૂ થતા જ ભારતીય જનતા પાર્ટીના સભ્યો લિબ્રહાન પંચના રિપોર્ટને તુરંત રજૂ કરવાની માગણી કરતા અધ્યક્ષના આસન પાસે આવીને નારેબાજી કરવા લાગ્યાં. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના સભ્યો પણ આ માગણીના સમર્થનમાં પોતાની સીટ પરથી ઉભા થઈ ગયાં.
અધ્યક્ષ મીરા કુમારે આ દરમિયાન સરકારી કાગળ સદનના ટેબલ પર રાખવાની ઔપચારિકતા પૂર્ણ કરાવી અને હંગામો યથાવત રહેતા કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરી દીધી.
બાબરી વિધ્વંસ પર લિબ્રહાન પંચના રિપોર્ટના અંશ ઇંડિયન એક્સપ્રેસમાં કથિત રીતે છપાયાં બાદ સોમવારે સંસદમાં ગરમાગરમી થઈ. લોકસભામાં નેતા પ્રતિપક્ષ ભાજપા નેતા લાલકૃષ્ણ આડવાણીએ રિપોર્ટને લઈને સરકાર પર જોરદાર હુમલો કર્યો.
તેમણે કહ્યું બાબરી વિધ્વંસને લઈને મારા પર આરોપ લગાડવામાં આવવો કોઈ નવી વાત નથી પરંતુ અટલબિહારી વાજપેયીને તેના માટે જવાબદાર ઠેરાવવા શરમજનક છે. તેમણે કહ્યું કે, જે વ્યક્તિએ દેશ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરી દીધું. તેને આ પ્રકારે ઘસેડવા યોગ્ય નથી. અડવાણીએ રિપોર્ટને લઈને સરકાર પર અસંખ્ય પ્રશ્નો કર્યા. તેમણે કહ્યું કે, લિબ્રાહાન પંચે સરકારને ત્રણ જૂનના રોજ રિપોર્ટ સોંપી દીધો. ત્યાર બાદ સંસદનું એક સત્ર પણ થયું, પરંતુ ગૃહમંત્રીએ રિપોર્ટને સદનના ટેબલ પર રાખવાની જહેમત ન કરી. તેમણે કહ્યું શીતકાલીન સત્રને શરૂ થયે પણ બે-ત્રણ દિવસ થઈ ચૂક્યાં છે. મને અને મારા મિત્રોને એ સમજમાં આવી રહ્યું નથી કે, સરકાર આ સત્રના પ્રથમ દિવસે રિપોર્ટને સંસદમાં રજૂ કરી દેશે પરંતુ એવું ન થયું.
તેમણે કહ્યું શીતકાલીન સત્ર વચ્ચે એક વર્તમાન પત્ર દ્વારા રિપોર્ટને પ્રામાણિકતા સાથે છાપવાનો દાવો કરવો સરકારની જવાબદારપૂર્ણ ભૂમિકાને સંદિગ્ધ બનાવે છે.
અડવાણી દ્વારા સંસદને અવિલંબ પટલ પર રાખવાની માગના જવાબમાં ગૃહ મંત્રી પી. ચિદંબરમે રિપોર્ટને આ સત્રમાં રજૂ કરવાનું આશ્વાસન આપ્યું.
મીડિયામાં લિબ્રહાન પંચના રિપોર્ટના અંશોના જારી થવા પર સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમસિંહ યાદવે પત્રકારોને કહ્યું કે,‘સમાચાર-પત્રને આ રિપોર્ટ લિક કેમ થયો. તેના માટે સત્તાધારી પાર્ટી જવાબદાર છે. સત્તાધારી પક્ષે એ જવાબ આપવો જોઈએ કે, આ રિપોર્ટને આટલા સમય સુધી સદનના ટેબલ પર રાખવામાં કેમ ન આવ્યો.