પ્રધાનમંત્રી મનમોહન સિંહે અમેરિકી કંપની જગતને ભારતમાં રોકાણનુ આમંત્રણ આપતા આજે વિશ્વાસ બતાવ્યો કે દેશનો આર્થિક વૃધ્ધિ દર આવતા બે વર્ષમાં 9 ટકાના સ્તર પર ફરી પહોંચી જશે અને આર્થિક સુધાર કાર્યક્રમ ચાલુ રહેશે.
તેમણે અમેરિકી કંપનીઓને ભારતમાં માળખાગત ક્ષેત્ર, ઉર્જા અને કૃષિ સહિત વિવિધ ક્ષેત્રોમાં રોકાણના અવસરોનો લાભ ઉઠાવવાની સલાહ આપી.
અમેરિકા યાત્રા પર આવેલ પ્રધાનમંત્રી સિંહે અહી યૂએસ-ઈંડિયા બિજનેસ એંડ ચેમ્બર ઓફ કોમર્સને સંબોધિત કરતા કહ્યુ કે તેમની સરકારની યોજના કરો, શિક્ષા, કૌશલ વિકાસ અને કાનૂની ક્ષેત્ર સહિત વિવિધ ક્ષેત્રોમાં સુધાર કાર્યક્રમોને આગળ વધારવાની છે
અમેરિકાની ચાર દિવસની રાજકીય યાત્રા પર આવ્યા પ્રધાનમંત્રીએ કહ્યુ જ્કે જ્યારે પણ હુ ધંધાર્થીઓને મળીને ભવિષ્ય માટે યોજનાઓ પર વાતચીત કરુ છુ તો મોટાભાગે મને પૂછવામાં આવે છે કે શુ આર્થિક સુધાર ચાલુ રહેશે. તમને આ મોર્ચા પર કોઈ શક ન હોવો જોઈએ.
તેમણે કહ્યુ કે પહેલા આર્થિક સુધારોથી અમને લાભ થયો છે અને હુ તમને આશ્વાસન આપી શકુ છુ એક અમે આ રસ્તે આગળ વધવાનુ ચાલુ રાખીશુ.