17 વર્ષની લાંબી તપાસ બાદ પણ બાબરી મસ્જિદનો ધ્વંસ કરનારા આરોપીઓને સજા નહીં મળે. આજે લિબ્રહાન રિપોર્ટ બાદ સંસદમાં રજૂ થયેલી 13 પાનાની એટીઆર મતલબ કે એક્શન ટેકન રિપોર્ટમાં આ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.
આ રિપોર્ટમાં નોંધવામાં આવ્યુ છે કે, સાંપ્રદાયિક હિંસાને રોકવા માટે કાયદો બનવો જરૂરી છે, પરંતુ જે 68 આરોપીઓના નામ આ લિસ્ટમાં છે એમના વિરૂદ્ધ કોઇ ગંભીર કાર્યવાહીની કોઇ વાત આ એક્શન ટેકન રિપોર્ટમાં કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે દિવસથી લિબ્રહાન રિપોર્ટને લઇને સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો હતો. એક અખબારે આ રિપોર્ટ લિક કર્યો હતો એમાં વાજપેયીને પણ દોષી ઠરાવવામાં આવ્યા હતાં. પરંતુ આજે સંસદમાં 17 વર્ષે તૈયાર થયેલા લિબ્રહાન રિપોર્ટ બાદ રજૂ કરાયેલા એટીઆરમાં આરોપીઓને સજાની જોગવાઇ કરાવામાં આવી નથી.