સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કોંગ્રેસ પર માયાવતીનો આરોપ બેબુનિયાદ : સુબોધ
Bookmark and Share Feedback Print
 

કોંગ્રેસે મુખ્યમંત્રી માયાવતી દ્વારા લિબ્રહાન પંચના રિપોર્ટ મામલામાં લગાડવામાં આવેલા આક્ષેપોને ફગોવી દેતા કહ્યું છે કે, હમેશા સાંપ્રદાયિક શક્તિઓના હાથે રમનારી માયાવતીએ સલાહ આપતા પહેલા વિચારવું જોઈતું હતું.

ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમેટીના મુખ્ય પ્રવક્તા સુબોધ શ્રીવાસ્તવે અહીં યાદીમાં જણાવ્યું કે, પોતાના અંગત સ્વાર્થવશ સમય સમય પર સાંપ્રદાયિક ટુકડીએ સમજૂતિ કરનારી માયાવતી કયા મોઢે મુસ્લિમોની હિતેચ્છુ હોવાનો દાવો કરી રહી છે જ્યારે તેની બેવડી ભૂમિકા જગજાહેર થઈ ચૂકી છે.

શ્રીવાસ્તવે કહ્યું કે, માયાવતી આ સામ્પ્રદાયિક ટુકડીથી સમજૂતિ કરીને ત્રણ વખત ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બની. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવા ગઈ. તેમણે કહ્યું કે, પરમાણુ કરાર પર સંસદમાં વિશ્વાસ પ્રસ્તાવ પર તે મજબૂતી સાથે ભાજપના પક્ષમાં ઉભી રહી જેને પૂરા દેશે જોઈ છે.

મુખ્ય પ્રવક્તાએ કહ્યું કે, સાંપ્રદાયિક શક્તિઓ સાથે સમજૂતિ કરીને પોતાનું અંગત સ્વાર્થ સાધનારી માયાવતીએ સલાહ આપવાનું છોડીને પહેલા પોતાના વ્યક્તિત્વને ઓળખવું જોઈએ અને બાદમાં કોંગ્રેસ પર દોષારોપણ કરવો જોઈએ.
સંબંધિત જાણકારી શોધો