સરકારે ગત વર્ષ મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા પાંચ પોલીસકર્મીઓના પરિજનોને પેટ્રોલ પંપ તથા એલપીજીની ડીલરશિપ આપી છે. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ આ માહિતી આપી છે.
દેવડાએ જણાવ્યું કે, આ અગાઉ અમે ચાર શહીદોના પરિજનોને પેટ્રોલિયમ ઉત્પાદનોની ડીલરશિપ આપી હતી. આજે અમે પાંચ અન્ય શહીદોના આશ્રિતોને આ અંગેનો પત્ર સોંપ્યો છે.
સરકારે આતંકવાદી હુમલાના શહીદોના આશ્રિતોની દેખરેખની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સાર્વજનિક ક્ષેત્રની તેલ કંપનીઓ પોતાના ખર્ચ પર આ ડીલરશિપ અપાવી રહી છે.
તેમણે જણાવ્યું કે, યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વ્યક્તિગત રીતે મને શહીદોના પરિવારોની મદદ માટે તમામ પ્રકારની મદદ કરવા માટે દરેક સંભવ પગલુ ભરવાનું કહ્યું હતું.
ડીલરશિપનો પત્ર વિનીત અશોક કામતે ‘સ્વર્ગીય અશોક કામતે ની પત્ની’, શ્રદ્ધા વી ખાંડેકર ‘સ્વર્ગીય વિજય મધુકર ખાંડેકર ની પત્ની’ તથા પ્રતિભા જે પાટિલ સ્વર્ગીય જયવંત હનુમંત પાટિલની પત્નીને સોંપવામાં આવ્યો.