સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કોટામાં નિર્માણાધીન પુલ તુટ્યો, દસ મર્યા
Bookmark and Share Feedback Print
 

રાજસ્થાનમાં કોટા-ઉદયપુર હાઈવે પાસેથી પસાર થતી ચંબલ નદી પર બની રહેલો પુલ અચાનક પડી જતા તેમાં દસ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. ચાલીસથી વધુ લોકો હજુ પુલના કાટમાળ નીચે દબાયેલા હોવાના સમાચારો મળી રહ્યાં છે. તંત્રએ બચાવ કાર્ય માટે સેનાને બોલાવી છે.

ચંબલ નદી પર આ પુલ કોટા જિલ્લાના ડાબી ગામ નજીક બની રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, પુલ પર થોડુ જ નિર્માણ કાર્ય બચ્યું હતું. ગુરૂવારે પણ 50 થી વધુ મજૂરો કામ પર લાગ્યાં હતાં. કેટલાક અન્ય લોકો પણ ત્યાં હાજર હતાં. સાંજે આશરે સાડા પાંચ વાગ્યે પુલ અચાનક પડી ગયો.

તેમાં પચાસથી વધારે લોકો દબાઈ ગયાં. સૂચના મળતા જ પ્રશાસનિક અધિકારી સ્થળ પર પહોંચી ગયાં અને બચાવ કાર્ય શરૂ કરી દીધું. મોડી રાત્રે દસ મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યાં. આશરે એક દર્જન લોકોને અત્યાર સુધી કોટાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
સંબંધિત જાણકારી શોધો