સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કોટા પુલ દુર્ઘટનાનો મૃતાંક 40 પહોંચ્યો
Bookmark and Share Feedback Print
 

કોટાથી આશરે વીસ કિલોમીટર દૂર કુન્હાડી પોલીસસ્ટેશન ક્ષેત્રના ડાબા વિસ્તારમાં ઈસ્ટ વેસ્ટ કારીડોર અંતર્ગત સાંજે ધસી પડેલા નિર્માણાધીન હૈગિંગ પુલ દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 40 થી વધુ હોવાની આશંકા છે.

અત્યાર સુધીમાં છ મૃતદેહો હાથ લાગી ચૂક્યાં છે. પોલીસે પુલનું નિર્માણ કરી રહેલી કંપને ગેમન ઈંડિયા અને હુંડઈ વિરુદ્ધ આપરાધિક કેસ દાખલ કરીને બે લોકોની ધરપકડ કરી લીધી છે. કોટાના પોલીસ મહાનિરીક્ષક રાજીવ દાસોતે આ માહિતી આપી.

તેમણે જણાવ્યું કે, કાટમાળમાંથી છ મૃતદેહોને બહાર કાઢવામાં આવી ચૂક્યાં છે. દુર્ઘટનામાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 40 થી વધુ હોવાની આશંકા છે.

દાસોતે જણાવ્યું કે,કુન્હાડી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને દુર્ઘટના માટે જવાબદાર પુલનું નિર્માણ કામ કરી રહેલી ગેમન ઈંડિયાના ચટ્ટોપાધ્યાય અને હુંડઈના મુખ્ય પરિયોજના અધિકારી જે વાઈ હૂ ની ગુરૂવારે રાત્રે ધરપકડ કરી લેવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો