સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » દેશભરમાં નાતાલની ધૂમધામથી ઉજવણી
Bookmark and Share Feedback Print
 

અમન, શાંતિ અને ભાઈચારાનો તહેવાર નાતાલ શુક્રવારે સમગ્ર દેશમાં પરંપરાગત શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો.

આ પ્રસંગે રાજધાની દિલ્હીના તમામ ચર્ચોને શણગારવામાં આવ્યાં હતાં આ ઉપરાંત ઘરો અને દુકાનોને પણ 'ક્રિસમસ ' ટ્રી સિવાય અન્ય રંગબેરંગી ચમકદારથી સજાવામાં આવ્યાં હતાં.

ક્રિસમસ પ્રસંગે ગુજરાતનો માહોલ પણ ગુલજાર રહ્યો. આંધ્રપ્રદેશમાં પણ તેલંગણા મુદ્દા પર ચાલી રહેલા વિવાદને લક્ષમાં લીધા વગર લોકોએ ધામધૂમ પૂર્વક નાતાલની ઉજવણી કરી.

અલગ તેલંગણા રાજ્યની માગણીને લઈને તાજેતરમાં રચીત સંયુક્ત રાષ્ટ્ર કાર્ય સમિતિએ પોતાના 48 કલાકના બંધ દરમિયાન અમુક સમય સુધી તેમાં ઢીલ આપી જેથી લોકો નાતાલ ઉજવી શકે.

અસમમાં પણ પૂરા ધામધૂમથી નાતાલ ઉજવવામાં આવી. લોકોએ અડધી રાત્રે નીકળીને સમૂહ પ્રાર્થનામાં ભાગ લીધો. આ પ્રસંગે ઘરોને પણ રોશનીઓથી શણગારવામાં આવ્યાં હતાં.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: દેશભર, નાતાલ