સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » જ્યોતિ બસુની હાલત ગંભીર
Bookmark and Share Feedback Print
 

વયોવૃધ્ધ માર્ક્સવાદી નેતા અને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્યમંત્રી જ્યોતિ બસુને બુધવારે ગંભીર હાલત હોવાને કારણે વેંટીલેટર પર મૂકવામાં આવ્યા છે.

સોલ્ટ લેક સ્થિત એએમઆરઆઈ હોસ્પિટલના અધીક્ષક દેવાશીષ શર્માએ જણાવ્યુ કે બસુને આજે સવારે વેંટીલેટર પર મૂક્યા છે. તેમની હાલત ગંભીર છે. તેમને નિમોનિયા સંક્રમણને કાર્ણે શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

શર્માએ જણાવ્યુ કે તેમને આઈસીસીયૂમાં વિશેષ દેખરેખ પર મૂક્યા છે. બસુની સ્થિતિની સમીક્ષા માટે વિશેષ ચિકિત્સા બોર્ડની રચના કરવામાં આવી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games