રૂચિકા ગિરહોત્રાની સતામણી કરવાના કેસમાં દોષી ઠરેલા હરિયાણાના પૂર્વ પોલીસવડાના આગોતરા જામીનની અરજી પર આજે સુનવણી થશે.
રાઠોડને અગાઉ મળેલા આગોતરા જામીનની અરજી બુધવારે પુરી થઇ હતી. રાઠોડ વિરૂદ્ધ ત્રણ નવી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે જેમાં તેના પર રૂચિકાની વિરૂદ્ધ ગુનાહિત કાવતરૂં રચવા બદલ તેમજ આત્મહત્યા કરવા પ્રેરવા બદલના આરોપ દાખલ કરવામાં આવ્યા છે.
આ દરમિયાન કોર્ટે હરિયાણા સરકારને નોટિસ મોકલીને આ કેસનો રિપોર્ટ સોંપવા પણ જણાવ્યું હતું.