સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અમેરિકી જહાજ પ્લેટિનમ-2 તોડવાનું નક્કી
Bookmark and Share Feedback Print
 

સરકાર અને સામાજિક કાર્યકર્તાઓ વચ્ચેના સંઘર્ષનો ભોગ બનેલું અમેરિકી જહાજ પ્લેટિનમ-2 નુ ગુજરાતના કિનારે તોડવામાં આવવાનું લગભગ નક્કી છે.

સામાજિક કાર્યકર્તાઓનું કહેવું છે કે, આ જહાજને ગુજરાતના કિનારે તોડવામાં આવવાથી પર્યાવરણને ખતરો પહોંચશે. કારણ કે, તેમાં નુકસાનકારક સામગ્રીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં 200 ટન એસ્બેસ્ટોસ અને પોલીક્લોરાઈટ ભરેલો છે.

જહાજ સૌરાષ્ટ્રના ભાવનગર પાસે રોકવામાં આવ્યું છે. ગુજરાત મેરિટાઇમ બોર્ડના સૂત્રોએ જણાવ્યું કે, આ જહાજને તોડવામાં આવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી કારણ કે, જહાજનું તળિયુ હવે જમીનને સ્પર્શવા લાગ્યું છે.

જહાજનું અહીંથી પરત ફરવું હવે શક્ય નથી. જહાજનેક અલંગ કિનારે લાંગરવામાં આવ્યું છે તેની હાલત જર્જર થઈ ગઈ છે. એટલા માટે તેને તોડવાની મંજૂરી આપવા સિવાય કોઈ અન્ય વિકલ્પ નથી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games