3.5 લાખની મર્યાદા રૂ. 10 લાખ કરવા સરકાર પ્રયત્નશીલ
નવી દિલ્હી , શુક્ર, 8 જાન્યુઆરી 2010( 10:15 IST )
સંસદના શિયાળુ સત્રમાં ખાનગી શાળાઓના શિક્ષકોને આવરી લીધા પછી ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મળતી ગ્રેચ્યુઈટીની મર્યાદા પણ ત્રણ ગણી વધારવા કેન્દ્ર સરકાર વિચાર કરી રહી છે.
શ્રમ મંત્રાલયના સુત્રોના જણાવ્યાનુસાર ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને મહત્તમ રૂપિયા 3.5 લાખ ગ્રેચ્યુઈટી મળે છે તેની મર્યાદા વધારીને રૂપિયા 10 લાખ કરવા કેન્દ્ર સરકાર નક્કી કરી રહી છે.
શ્રમ મંત્રાલયના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે આગામી તારીખ 9 ના રોજ મળનારી કેન્દ્રિય મંત્રીમંડળની બબેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતા છે.
છઠ્ઠા પગાર પંચની ભલામણોના સ્વીકાર અને અમલ પછી સરકારના કર્મચારીઓની ગ્રેચ્યુઈટીની મર્યાદામાં વધારો થયો છે. કેન્દ્ર સરકાર ખાનગી અને સરકારી ક્ષેત્રના કર્મચારીઓને મળગા ગ્રેચ્યુઈટીના લાભમાં સમાનતા લાવવા પ્રયત્નશીલ છે.
મર્યાદામાં વધારો કરવા અંગે વિવિધ સંગઠનો સાથે સરકારે મસલતો પણ પૂર્ણ કરી દીધી છે.