સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » નિઠારીકાંડ : સુરિન્દરની ફાંસીની સજા સ્થગિત
Bookmark and Share Feedback Print
 

નિઠારી ખાતે ત્રણેક વર્ષ પૂર્વે બાળાઓની થયેલી શ્રેણીબદ્ધ હત્યાઓના કેસના મુખ્ય આરોપી અને બિઝનેસમેન મોનીન્દરસિંઘ પાન્ડેરના ઘરનોકર સુરીન્દર કોળીના દેહાતદંડની સજા સર્વોચ્ચ અદાલતે સ્થગિત કરી છે.

2007 ના વર્ષમાં નોઈડા ખાતે આવેલા પાંઢેરના નિવાસસ્થાને કુમળી વયની કેટલીક બાળાઓ અને મહિલાઓ પર બળાત્કાર આચરવામાં આવ્યા બાદ તેમાની કેટલીક બાળાઓની હત્યાઓ થઈ હતી.

કોહલીએ પોતાની કસૂરવારીને પડકારતી જે અરજી કરી છે તેના પરથી ન્યાયમૂર્તિ કે.જી. બાલકૃષ્ણન અને ન્યાયધિશ બી.એસ.ચૌહાણની બનેલી બેન્ચે દેહાંતદંડની સજાને સ્થગિત કરવા સાથે સીબીઆઈ પાસેથી પ્રતિસાદ માંગ્યો છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games