વડાપ્રધાન મનમોહન સિંઘ ગંભીર રીતે બિમાર માકપાના વયોવૃદ્ધ નેતા જ્યોતિ બસુના હાલચાલ પુછવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં અને તેમની સારવાર વિશે માહિતી મેળવી હતી અને બસુની સારવાર માટે દેશની કોઈ પણ હોસ્પિટલની જરૂર પડે તેવી વ્યવસ્થા કરાવી આપવાનું આશ્વાસન આપ્યું હતું.
બિમાર જ્યોતિ બસુના સ્વાસ્થ્યની જાણકારી મેળવવા માટે વડાપ્રધાનની સાથે કેન્દ્રિય નાણામંત્રી પી ચિદંબરમ, મુખ્યમંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્ય અને પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ પ્રદીપ ભટ્ટાચાર્ય પણ હતાં. વડાપ્રધાન લગભગ 20 મિનિટ સુધી હોસ્પિટલમાં રોકાયા હતા અને ત્યાર બાદ રાજધાની દિલ્હી માટે રવાના થયાં હતાં.