સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » હિમંત હોય તો મારી ધરપકડ કરો - આશારામ બાપૂ
Bookmark and Share Feedback Print
 

N.D
આશારામ બાપૂએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સાત વાર તેમની માફી માંગવાનો દાવો કરતા કહ્યુ કે દુનિયામાં કોઈ તાકત એવી નથી જે તેમની ધરપકડ કરી શકે.

આશારામે બુધવારની સાંજે હરદા નજીક ગ્રામ ચારખેડા સ્થિત પોતાના આશ્રમમાં એકત્ર થયેલ શિષ્યોને સંબોધિત કરતા કહ્યુ કે મોદી મારી સાત વાર માફી માંગી ચૂક્યા છે. તેમણે પોતાની જાતને મારો ભક્ત બતાવતા કહ્યુ હતુ કે તમારી સાથે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યુ છે કે તેમા મારો કોઈ દોષ નથી.

તેમણે કહ્યુ કે દુનિયામાં આવી કોઈ તાકત નથી જે મારી ધરપકડ કરી શકે. સાથે જ તેમણે કહ્યુ કે સુપ્રીમ કોર્ટમાં તેમણે પોતે અરજી દાખલ નથી કરી, પરંતુ તેમના વકીલ ભક્તોએ પોતાની તરફથી અરજી કરી હતી, અને કોર્ટે એ અરજીને રદ્દ નથી કરી પરંતુ તેમણે પોતે આ અરજી પાછી લીધી હતી.

આશારામે કહ્યુ કે જે રીતે જયેન્દ્ર સરસ્વતીની ધરપકડ થવાથી તમિલનાડુમા જયલલિતાની ગાદીછીનવાઈ હતી એ જ રીતે તેમની વિરુધ્ધ ષડયંત્ર કરનારાઓની સત્તા પલટાઈ જશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games