મુંબઈના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ પ્રદિપ શર્માની ગઈકાલે રાત્રે એક નકલી એન્કાઉન્ટરના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે આજે તેમને કોર્ટમાં રજૂ કરાયા છે.
3 વર્ષ પહેલા થયેલા એક એન્કાઉન્ટરના આરોપ છે કે, તેમણે છોટા રાજનના શાર્પ શૂટર લખનને નકલી એન્કાઉન્ટરમાં ઢાળી દીધો હતો. અંદાજે 112 જેટલા એન્કાઉન્ટરને અંજામ આપનારા અને અંડરવર્લ્ડ માટે યમરાજ બનેલા પ્રદિપ શર્મા હાલ નકલી એન્કાઉન્ટર મામલે ફસાયા છે.
11 નવેમ્બર-2006 ના રોજ મુંબઈના વર્સોવામાં નાની પાર્ક ખાતે પ્રદિપ શર્મા અને મુંબઈ પોલીસના અધિકારીઓએ લખન ભૈયાનું એન્કાઉન્ટર કર્યું હતું. આ એન્કાઉન્ટર સામે લખનનો પરિવાર કોર્ટમાં ગયો હતો.