શિવસેના સુપ્રીમો બાલ ઠાકરે આજે 84 વર્ષના થઈ ગયાં. આ પ્રસગે પાર્ટીના મુખપત્ર 'સામના' માં લખવામાં આવેલા એક લેખમાં ઠાકરેએ કહ્યું કે, રાજનીતિનુ રિમોટ કંટ્રોલ હજુ પણ મારી પાસે છે.
બાલ ઠાકરેએ પાંચ વર્ષ પહેલા સક્રિય રાજનીતિથી સન્યાસ લઈ લીધો હતો અને પોતાના પુત્ર ઉદ્ધવ ઠાકરેને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ બનાવી દીધા હતાં. ઠાકરેએ કહ્યું કે, શિવસેના નામના જે છોડને 45 વર્ષ પહેલા મેં રોપ્યો હતો તે આજે વૃક્ષ બનીને દિલ્હીની સત્તા નજીક પહોંચી ગયો છે. તેમણે કહ્યું કે, મરાઠી માનુષ અમારી તાકાત છે અને હમેશા રહેશે.