સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » તાજમહેલનું સાનિધ્ય હવે મોંઘુ બનશે
Bookmark and Share Feedback Print
 

વિશ્વના સૌથી ખૂબસૂરત સ્મારકો પૈકીના એક એવા આગ્રાના તાજમહેલને જોવા માટે દરરોજ ઓછામાં ઓછા 15,000 પ્રવાસીઓ આવે છે. 29 મી ડિસેમ્બરે 55,000 પ્રવાસીઓ નોંધાયા હતાં જે હજુ સુધીનો વિક્રમ છે.

વર્લ્ડ હેરિટેજ સાઈટ ઉપર લોકોના ઘસારાને ધ્યાનમાં લઈને હવે આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (એએસઆઈ) એ વધુ સાવચેતી રાખવાની યોજના બનાવી ચૂકી છે. આ યોજના હેઠળ તાજમહેલ ખાતે વધુ સમય સુધી રોકાવવાના કેસમાં પ્રવાસીઓને વધુ નાણા ચૂકવવા પડશે.

હાલમાં સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી તાજમહેલમાં રહેવા એક ભારતીય પ્રવાસીને 10 રૂપિયા ચૂકવવાપ પડે છે. મૂળભૂત રીતે 2 થી 4 કલાક રોકાનારા ભારતીયને રૂપિયા 10 માં પ્રવેશ ફી આપવામાં આવશે જ્યારે વિદેશીઓ માટે બેઝિક એન્ટ્રી ફી રૂપિયા 750 રહેશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games