ભારતે જીસોસિંક્રોનસ સેટેલાઈટ લોંચ વ્હિકલ (જીએસએલવી-એમ કે ત્રણ) મારફત ભારે ઉપગ્રહની લોંચિગ માટે પોતાના સૌથી મોટા ઠોસ બ્રૂસ્ટર(એસ200) નું સફળ પરીક્ષણ કર્યું.
સરકારી સ્વામિત્વ વાળા ભારતીય અવકાશ અનુસંધાન સંગઠન (ઈસરો) તરફથી અહીં રવિવારે જારી એક યાદીમાં કહેવામાં આવ્યું છે, 'ઠોસ બૂસ્ટર(એસ200) જીએસએલવી-માર્ક ત્રણ માટે લોંચિંગ સમય એક પટ્ટાનું નિર્માણ કરશે. જીએસએલવી-માર્ક ત્રણ ચાર ટન શ્રેણીના સંચાર ઉપગ્રહોની લોંચિંગ માટે પોતાના નિર્માણના અગ્રિમ ચરણમાં પહોંચી ચૂક્યાં છે.
આ પરીક્ષણ દિવસમાં આંધ્રપ્રદેશના શ્રીહરિકોટમાં સ્થિત ઈસરોના 'સતીશ ધવન અવકાશ કેન્દ્રમાં કરવામાં આવ્યું.