સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » લાદેનની નવી ટેપ : અમેરિકાને ધમકી
Bookmark and Share Feedback Print
 

અલકાયદાનો વડો ઓસામા બિન લાદેન જીવતો છે કે મુવો તેની અટકળો છેલ્લા બે-ચાર વર્ષથી સતત ચર્ચામાં છે ત્યારે જ વધુ એક વખત લાદેનની નવી ટેપ ફૂટી નીકળી છે. જેમાં લાદેને ગત 25 ડિસેમ્બરે ડેટ્રોઈટથી ઉપડેલા વિમાનમાં આત્મઘાતી હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસની જવાબદારી સ્વીકારી છે અને અમેરિકાને ખુલ્લી ધમકી આપી છે કે, જો તે ઈઝરાયલને સમર્થન આપવાનું બંધ નહીં કરે તો વધુ હુમલા થશે.

અલ જઝીરા ચેનલ ઉપર પ્રસારિત આ ઓડિયોટેપને 'ઓસામા ટૂ ઓબામા' શિર્ષકથી પ્રસારિત કરવામાં આવી છે. જેમાં ઓબામાને ઈઝરાયલે ટેકો આપવાનું બંધ કરવાની ધમકી આપવામાં આવી છે. અથવા વધુ હુમલા માટે તૈયાર રહેવા હુંકાર પણ લાદેને કર્યો છે.
સંબંધિત જાણકારી શોધો
આ પણ શોધો: લાદેન અમેરિકા
Photogallery | Games