સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » લે.. ભારતનો ભાગ પાક.માં દેખાડ્યો !
Bookmark and Share Feedback Print
 

india
PTI
PTI
આજે સમગ્ર દેશ ભારતનો 61 મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે ત્યારે દેશ માટે લાંછન લગાડનારા એક સમાચાર પણ પ્રકાશમાં આવ્યાં છે. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનની એક વેબસાઈટે એક મોટો છબરડો કર્યો છે. તેણે પોતાની વેબસાઈટમાં ભારત દેશના જમ્મુ કાશ્મીર અને ગુજરાત રાજ્યના અમુક ભાગોને પાકિસ્તાનના કબ્જા હેઠળના દર્શાવીને તહેલકો મચાવી દીધો છે.

આ વેબસાઈટનું સંચાલન રાષ્ટ્રમંડળ ખેલ ફેડરેશન કરે છે જેમાં સીજીએફ નામની સંસ્થા દુનિયાના તમામ સ્થળોની દિશા નક્કી કરવા અને રાષ્ટ્રમંડળ રમતોના નિયંત્રણ માટે જવાબદાર છે. આ પ્રકારની ગંભીર ભૂલને આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સૌથી સંવેદનશીલ મુદ્દાના ભાગ રૂપે જોવામાં આવી રહી છે.

આ સદર્ભે ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષે કહ્યું છે કે, આ ખરેખર ચિંતાનો વિષય છે સરકારે પણ દેશના એક અરબ મજબૂત દેશભક્તોની ભાવનાને ઠેસ પહોંચનારા આવા અસમાજિક તત્વો સામે કડક પગલું હાથ ભરવું જોઈએ. દોષીઓને આકરી સજા મળવી જોઈ.

દિલ્હી રમત આયોજન સમિતિના મહાસચિવ લલિત ભનોટે કહ્યું છે કે, આ તેમના બોર્ડને આધિન હતું તેમ છતાં પણ તેઓ જેમ બને તમે સીડબ્લ્યુએફને આ ગંભીર ભૂલ અંગે વાકેફ કરશે.

જો કે, આ ભયાનક છબરડા વિષે આઈઓએ ચીફ સુરેશ કલમાડીએ હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. ખેલ મંત્રી એમએસ ગિલ પણ આ મોટી ભૂલથી અજાણ છે અને હાલ ગણતંત્ર દિવસની પરેડમાં પોતાની હાજરી નોંધાવવા ગયાં છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games