જગતસિંહપુર જિલ્લામાં સ્થાપિત થનારી પાસ્કોની 51 હજાર કરોડ રૂપિયાની પ્રસ્તાવિત સ્ટીલ એકમ પરિયોજનાનો વિરોધ કરી રહેલા કાર્યકર્તા પરિયોજના માટે નિર્ધારિત સ્થળ પર અનિશ્વિત મુદ્દતના ધરણા પર બેસી ગયાં છે જ્યારે ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કહ્યું છે કે, રાજ્ય સરકાર પરિયોજનાને લઈને વચનબદ્ધ છે.
ભાકપા સમર્થિત પાસ્કો પ્રતિરોધ સંગ્રામ સમિતિએ બાલીટૂથામાં ધરણા શરૂ કરી દીધા છે જે પાસ્કો એકમના પ્રવેશ સ્થળ પર છે. પીપીએસએસ પ્રતિ વર્ષ 12 મૈટ્રિક ટનનું ઉત્પાદન કરનારા સ્ટીલ કારખાનાના પારાદ્વીપ નજીક સ્થાપિત કરવાના વિરોધમાં ચલાવામાં આવી રહેલા આંદોલનની આગેવાની કરી રહ્યું છે.
પીપીએસએસ નેતા અભય સાહૂએ જણાવ્યું કે, ‘ દક્ષિણ કારિયાઈ કંપની પાસ્કોના ઉપજાઉ જમીનના અધિગ્રહણને રોકવા માટે આ ધરણા અનિશ્ચિત સમય સુધી જારી રહેશે.