કર્ણાટકના બેલ્લારીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ પડી જવાથી પાંચ લોકોના મૃત્યુ નિપજ્યાં છે. આ બિલ્ડિંગ પાસેની જ એક વિદ્યાર્થી બોર્ડિંગ પર પડી.
બચાવ ટુકડીએ બહોળા પાયે અભિયાન શરૂ કર્યું છે. બોર્ડિંગમાંથી વિદ્યાર્થીઓના મૃતદેહોને કાઢી લેવામાં આવ્યાં છે. અન્યોને બચાવાનું કામ જારી છે. એવી આશંકા છે કે, આ બિલ્ડિંગની અડફેટે ત્રીસથી વધારે લોકો આવી ગયાં છે.
પોલીસનું કહેવું છે કે, નબળા બાંધકામના કારણે બિલ્ડિંગ પડી છે. પોલીસે ઈજનેર વિરુદ્ધ કેસ દાખલ કરવાનું નક્કી કર્યું છે.