કુંભ મેળા પર આતંકીઓની કુદષ્ટિએ ધર્મપ્રેમીઓને સંકટમાં નાખી દીધા છે. પાકિસ્તાન માટે કુંભ મેળામાં જાસૂસી કરવાના આરોપમાં પોલીસે હિજબુલ મુજાહિદીનના એક આતંકીની ધરપકડ કરી છે.
આ ધરપકડ સ્થાનીય બીએસએમ કૉલેજ નજીક કરવામાં આવી છે. પોલીસને તેની તલાશી દરમિયાન એક કાગળ મળી આવ્યો. જેમાં ભારતીય સેનાઓના સંબંધિત ગોપનીય માહિતીના પેપર હતાં. આ આતંકી પાસે રુડકી છાવણીના નક્શા સિવાય એક ડાયરીમાં હરિદ્વારઆ ન્યાયિક મેજિસ્ટ્રેટ્રોના ફોન નંબર પણ મળ્યાં છે.
પોલીસના અનુસાર હિજબુલ સાથે જોડાયેલા આ આતંકીનું નામ આબિદ છે. તે પાકિસ્તાનના લાહોર શહેરનો નિવાસી છે. આબિદ પાસેથી લેપટોપ, પેન ડ્રાઈવ, મેમોરી કાર્ડ સિવાય બે મોબાઈલ ફોન, સિમકાર્ડ, બનાવટી પાસપોર્ટ અને અમુક બેન્કોના એટીએમ પણ મળ્યાં છે.