સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રાંધણ ગેસ 100, કેરોસીન છ રૂપિયા મોંઘું !
Bookmark and Share Feedback Print
 

petrol-india
ND
N.D
પેટ્રોલ અને ડીઝલના ભાવ સંપૂર્ણપણે બજાર આધારિત કરવા કેરોસીનના ભાવમાં લીટરે છ રૂપિયા અને રાંધણ ગેસના ભાવમાં સિલિન્ડર દીઠ રૂપિયા 100 નો વધારો કરવાની ભલામણ ભારત સરકારના એક નિષ્ણાત જૂથે કરી છે. ગત બજેટમાં નાણામંત્રી પ્રણવ મુખર્જીએ ઈંધણના ભાવ ગણવાની 'વ્યાજબી અને ટકાઉ' પદ્ધતિ શોધી કાઢવા માટે પેટ્રોલિયમ મંત્રાલયને ભલામણ કરી હતી.

પેટ્રોલિયમ મંત્રાલયે આમ આયોજન પંચના ભૂતપૂર્વ અધ્યક્ષ કિરીટ પારેખના અધ્યક્ષસ્થાને એક સમિતિ બનાવી હતી. સમિતિએ પોતાનો અહેવાલ કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવરાને સોપ્યોં હતો.

અહેવાલ અંગે પ્રતિભાવ આપતા કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાએ જાહેરાત કરી હતી કે, આ અહેવાલનો તાકીદે અભ્યાસ કરવા વડાપ્રધાને મંત્રાલયને સૂચના આપી છે. અભ્યાસ અને જરૂરી ભલામણો સાથે એક સપ્તાહમાં વડાપ્રધાન અને કેન્દ્રીય મંત્રીમંડળ સમક્ષ પેટ્રોલિયમ મંત્રાલય પહોંચશે.

lpg
ND
N.D
ફૂડ ઓઈલના વર્તમાન ભાવે પેટ્રોલના ભાવમાં લીટરે રૂપિયા 3 અને ડિઝલમાં પણ રૂપિયા 3 જેટલો વધારો થશે. એવું કિરીટ પારેખ અહીં યોજાયેલી એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે, ફ્રૂડ ઓઈલના ભાવમાં કામચલાઉ વધારો કરવામાં આવ્યો હોત તો તેનો ઉકેલ સરકારની સબસિડી હોઈ શકે પરંતુ લાંબાગાળા સુધી ફ્રૂડ ઓઈલના ભાવ ઊંચા જ રહેવાના હોય ત્યારે સરકાર કે કંપની ઉપર તેનો ભાર કયાં સુધી મૂકી શકાય, ભાવ સંપૂર્ણ પણે રિફાઈનરી ગેઈટ ઉપર અને પેટ્રોલ પમ્પ ઉપર પણ બજાર આધારિત જ હોવા જોઈએ.

જો કે, આમ જોઈએ તો આ પ્રકારની સમિતિઓ અગાઉ પણ બની છે પરંતુ આ વખતે સરકાર પારેખ સમિતિના રિપોર્ટને લાગૂ કરવાને લઈને કંઈક વધુ પડતી જ ગંભીર દેખાઈ રહી છે. પેટ્રોલિયમ મંત્રી મુરલી દેવડાએ રિપોર્ટ લીધા બાદ જણાવ્યું કે, વડાપ્રધાને તેમના રિપોર્ટ પર અમલની પ્રક્રિયા તુરંત શરૂ કરવાનું કહ્યું છે. રિપોર્ટને આગામી સપ્તાહે જ કેબિનેટને મંજૂરી માટે મોકલી દેવામાં આવશે. તેની અમુક ભલામણોની જાહેરાત જો 26 ફેબ્રુઆરી 2010 ના રોજ થનારા બજેટમાં કરવામાં આવે તો તેમાં આશ્વર્ય ન થવું જોઈએ.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games