કેન્દ્રિય ગૃહ મંત્રી પી. ચિદંબરમે ગુરૂવારે પાંચ સભ્યોની તેલંગણા સમિતિના સભ્ય સચિવ વી. કે. દુગ્ગલની મુલાકાત કરીને સમિતિના નિયમો અને શર્તો પર વિચાર વિમર્શ કર્યો. આ સમિતિ પૃથક રાજ્યની રચનાની પ્રક્રિયા મુદ્દે આંધ્રપ્રદેશના તમામ વર્ગો તથા તમામ રાજનીતિક પક્ષો અને સમૂહોથી વિચાર-વિમર્શ કરશે.
ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે, વાતચીત સમિતિને લઈને થઈ. તેનું વિવરણ ટૂક સમયમાં જ સાર્વજનિક કરી દેવામાં આવશે. મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે, આ મુદ્દા પર સર્વોચ્ચ ન્યાયાલયના સેવાનિવૃત ન્યાયાધીશ બી.એન શ્રીકૃષ્ણા સાથે વિચાર વિમર્શ કરવામાં આવી રહ્યો છે. શ્રીકૃષ્ણા પાંચ સદસ્ય સમિતિના અધ્યક્ષ છે.