મેઘાલયમાં ભારતીય સરહદમાં ગુરૂવારે સવારે બીડીઆરના જવાનો ઘુસી આવતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના ( બીએસએફ) જવાનોએ હવામાં ગોળીબાર કર્યાં હતાં અને એકની અટકાયત કરી હતી.
બીએસએફના ડીઆઈજી રવિ ગાંધીએ કહ્યું હતું કે, ડવાકી નજીક મુક્તપુર પાસે ભારતીય સરહદમાં દાખલ થવાનો પ્રયત્ન બાંગ્લાદેશ રાઈફલ્સ (બીડીઆર) ના ત્રણ જવાને કર્યો હતો. પહેલા તેમને ચેતવણી બીએસએફે આપી હતી અને પછીથી ફાયરિંગ કર્યું હતું. એકની અટકાયત કરાઈ છે જેને પાછળથી બાંગ્લાદેશ સત્તાવાળાને સોંપી દેવાશે.