સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » કાશ્મીરમાં ત્રણ આતંકવાદી ઠાર
Bookmark and Share Feedback Print
 

જમ્મુ-કાશ્મીરના કિસ્તવાર જિલ્લામાં ગુરૂવારે વહેલી સવારે ભારતીય જવાનો સાથેની ભીષણ અથડામણમાં ત્રાસવાદી સંગઠન હરકત ઉલ જેહાદીના ત્રણ ત્રાસવાદીઓ ઠાર થઈ ગયાં હતાં. ચોક્કસ બાતમી મળ્યાં બાદ રાષ્ટ્રીય રાઈફલના સૈનિકોએ આ વિસ્તારમાં તપાસ ઓપરેશન હાથ ધર્યું હતું.

જમ્મુથી 260 કિલોમીટરના અંઅરે સ્થિત જમ્મુ જિલ્લાના ચીચા વન્ય પટ્ટામાં ચાર ત્રાસવાદીઓ છુપાયેલા છે તેવી બાતમી મળ્યાં બાદ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. આતંકવાદીઓ તપાસ ટીમ ઉપર ગોળીબાર કર્યા બાદ સામસામે ગોળીબારનો દોર શરૂ થયો હતો જેમાં ત્રણ ત્રાસવાદીઓ માર્યા ગયા હતાં.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games