સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રાહુલ ગાંધી આજે મુંબઈની મુલાકાતે
Bookmark and Share Feedback Print
 

શિવસેનાના પ્રહારોથી જરા પણ ડર્યા વિના યુવા કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી આજે મુંબઈની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ તેમજ ઝુપડપટ્ટીના યુવાનો સાથે વાતો કરશે. સેના સુપ્રીમો બાલ ઠાકરેએ રાહુલને કાળા વાવટા બતાવવા કાર્યકરોને જણાવ્યું હતું. સેના કારોબારી પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મુલાકાતના સમય સામે સવાલ ઉઠાવ્યો હતો. ત્યાર પછી રાહુલ અહીં આવી રહ્યાં છે. આ મુલાકાત અત્યારે જ લેવાની શું જરૂર છે તેવો સવાલ ઉદ્ધવે ઊઠાવ્યો હતો.

બિહારમાં ચૂંટણી ભલે હોય પરંતુ મુંબઈ અને મરાઠી ગૌરવ વિરુદ્ધ કંઈ બોલાય તે અમે સહન કરી લેવાના નથી તેવી ઠાકરેની ટિપ્પણીના વળતા પ્રહારમાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું કે, ભારત તમામ ભારતીયો માટે છે. બાળાસાહેબે રાહુલના માતા અને યુપીએ પ્રમુખ સોનિયા ગાંધીના વિદેશી મૂળના હોવાનુ મુદ્દો ઉઠાવતાં કહ્યું હતું કે, મુંબઈ ભલે જ તમામ ભારતીયોનું હોય પરંતુ ઈટાલિયન મમ્મીનું કેમ ોઈ શકે.

રાહૂલ ટૂકી મુલાકાત દરમિયાન વિલેપાર્લે સ્થિત ભાઈદાસ હોલમાં કોલેજના વિદ્યાર્થીઓ સાથે વાતચીત, ઝુપડપટ્ટીના યુવાનોએન મળવા રામબાઈનગર ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાતે જશે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games