સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » રાહુલની મુંબઈની લોકલમાં મુસાફરી
Bookmark and Share Feedback Print
 

rahul
ND
N.D
શિવસેનાની ધમકીની ચિંતા કર્યા વગર કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શુક્રવારે મુંબઈ આવી પહોંચ્યાં. રાહુલ મુંબઈમાં ચાર કલાક રોકાયા. અહીંની ભાઈદાસ હોસ્ટેલના વિદ્યાર્થીઓની રાહુલે મુલાકાત પણ લીધી અને અહીં તેઓએ યુવાઓ સાથે પણ વાતચીત કરી.

રાહુલ ગાંધી અંધેરીથી દાદર લોકલમાં ન માત્ર મુસાફરી કરી પરંતુ શિવસેનાનો ગઢ કહેવાતા દાદરમાં એટીએમમાંથી પૈસા પણ કાઢ્યાં. ત્યાર બાદ ખુદ લાઈનમાં ઉભા રહીને રાહુલે ટિકીટ લીધી. ત્યાર બાદ રાહુલ ગાંધી દાદરથી ભાયખલા માટે રવાના થઈ ગયાં. રાહુલ એવા સમયે મુંબઈ આવ્યાં જ્યારે અહીં શિવસેના ઉત્તર ભારતીયો વિરુદ્ધ તીખી પ્રતિક્રિયા આપી રહ્યું છે.

શિવસૈનિકોનો ઉત્પાત

ડીએનનગરમાં શિવસૈનિકોના ઉત્પાત પર કાબૂ મેળવવા માટે પોલીસને સામાન્ય લાઠી ચાર્જ કરવો પડ્યો. પોલીસે અહીં 39 શિવસૈનિકોની ધરપકડ કરી લીધી છે. આ શિવસૈનિક રાહુલ ગાંધી વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી રહ્યાં હતાં સાથે તેમનું પુતળુ પણ ફૂંકી રહ્યાં હતાં. શિવસેના પ્રમુખ બાલ ઠાકરેએ રાહુલની આ યાત્રા દરમિયાન કાળા વાવટા ફરકાવાનો નિર્દેશ પોતાના કાર્યકર્તાઓને આપ્યો હતો. જો કે, રાજ્ય સરકારે સખ્ત પગલું હાથ ધરતા કાલે રાત્રે જ પચાસથી વધારે શિવ સૈનિકોની ધરપકડ કરી લીધી હતી. સરકારે રાહુલની યાત્રાના રૂટમાં આવનારા વિસ્તારોમાં ધારા 144 લાગૂ કરી દીધી છે.

શિવસેનાના કાર્યકારી અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ તેમની આ યાત્રાના સમયને લઈને પણ પ્રશ્ન ઉભો કર્યો છે. ઉદ્ધવે કહ્યું છે કે, રાહુલને હાલના સમયે અહીં આવવાની શું જરૂરિયાત હતી.ભલે જ બિહારમાં ચૂંટણી હોય, પરંતુ અમે મુંબઈ અને મરાઠીઓ વિરુદ્ધ કોઈ વાત સહન નહીં કરીએ.

પોંડીચેરી પણ જશે

રાહુલ ગાંધી શુક્રવારે જ પોંડીચેરી યૂનિવર્સિટીમાં એક સ્ટેડિયમનું ઉદ્ધાટન કરશે. અહીં પણ તેઓ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે અને યુવા કોંગ્રેસની એક બેઠકમાં ભાગ લેશે.

પ્લેનથી લઈને લોકલ સુધીની મુસાફરી

- રાહુલ ગાંધી સૌથી પહેલા વિલે પારલે સ્થિત ભાઈદાસ કોલેજમાં વિદ્યાર્થી અને અન્ય અતિથીઓ સાથે વાતચીત કરી. અહીં રાહુલે યુવાઓ સાથે વાત કરવા પર વિશેષ જોર આપ્યું. મુંબઈ યુવાક કોંગ્રેસ અધ્યક્ષ સુનીલ આહિરે જણાવ્યું કે, આ યાત્રાનો ઉદ્દેશ્ય મહાનગરમાં યુવા ભર્તી અભિયાનને ગતિ આપવાનો હતો.

- રાહુલ ઘાટકોપરથી રમાબાઈ નગર ઝૂપડપટ્ટી વિસ્તારમાં યુવાઓને મળવા માટે અંધેરીથી દાદર સુધીની મુસાફરી લોકલ ટ્રેનમાં કરી. જેના માટે તેમણે ખુદ લાઈનમાં ઉભા રહીને ટિકીટ ખરીદી અને બાદમાં લોકલ ટ્રેનમાં ચઢ્યાં. ત્યાર બાદ દાદરમાં ઉતરીને એટીએમમાંથી થોડા પૈસા કાઢ્યાં. દાદરથી ભાયખલા સુધીની મુસાફરી પણ તેમણે લોકલમાં જ કરી.

શું સુરક્ષા વ્યવસ્થા ?

રાહુલ ગાંધીનો મુંબઈ પ્રવાસ રાજ્ય સરકાર સાથે પ્રશાસન માટે પણ ઘણો તણાવથી ભરેલો રહ્યો. રાહુલના કાર્યક્રમોમાં કોઈ પણ સ્થિતિમાં શિવસેના અને મનસેના કાર્યકર્તા ન આવી શકે તેના માટે વિશેષ સતર્કતા વર્તવામાં આવી. કાર્યક્રમમાં સ્થળો પર માત્ર આમંત્રિત લોકોને જ રાહુલથી મળવા દેવામાં આવ્યાં. ક્રાયર્કમમાં કોઈ પણ પ્રકારની ગડબડી ન થાય તેના માટે મીડિયાકર્મીઓની વ્યવસ્થા પણ રહુલથી ઘણી દૂર કરવામાં આવી હતી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games