સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » ખાદ્ય વસ્તુઓની નિકાસ રોકે રાજ્ય - પ્રધાનમંત્રી
Bookmark and Share Feedback Print
 

પ્રધાનમંત્રી મનમોહનસિંહે કહ્યુ છે કે કેન્દ્ર સરકારે મોંધવારીને લઈને દરેલ શક્ય પગલા ઉઠાવી રહી છે. તેને ટૂંક સમયમાં જ કાબૂમાં લેવામાં આવશે. તેમણે રાજ્યોને ખાદ્ય વસ્તુઓની નિકાસ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકવાનુ કહ્યુ. પ્રધાનમંત્રીએ કહ્યુ કે જો આવુ નથી થઈ શકતુ તો અને પ્રોત્સાહન ન આપશો.

મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમને કહ્યુ કે મોંધવારી કોઈ આજની સમસ્યા નથી. આ એનડીએના શાસન સમયથી ચાલી આવી છે. છતા પણ અમે આને રોકવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે. તેમને કહ્યુ કે રાજ્ય આ સુનિશ્ચિત કરે કે ખેડૂતોને સારુ સમર્થન મૂક્ય મળે. તેમને દરેક પરિસ્થિતિમાં સારી મદદ કરવામાં આવે.

પ્રધાનમંત્રી મુખ્યમંત્રીઓને મોંધવારી વિરુધ્ધ કેન્દ્ર દ્વારા મદદ કરવાનુ વચન આપ્યુ. તેમણે કહ્યુ કે જ્યા સુધી કેન્દ્ર અને રાજ્ય મળીને કામ નહી કરે ત્યાં સુધી મોંધવારી પર કાબૂ નહી મેળવી શકાય.

તેમણે કહ્યુ કે મોંધવારીનુ મુખ્ય કારણ આજે આંતરરાષ્ટ્રીય બજારમાં વધતી કિમંતો પણ છે. છતા અમે કિમંતોને નીચે લાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે રાજ્ય આ વાતનુ ધ્યાન રાખે કે જરૂરી લોકો સુધી અનાજ સરળતાથી અને જલ્દી પહોંચે.

માયાવતીએ બેઠકમાં ભાગ ન લીધો - ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી માયાવતીએ પ્રધાનમંત્રી સાથેની બેઠકનો બહિષ્કાર કર્યો. તેમનો આરોપ છે કે કેન્દ્ર સરકારના મંત્રીઓના નિવેદનોમાં મોંધવારીને લઈને એકરૂપતા નથી. તેમના કહેવા મુજબ આ બેઠક પહેલા થવી જોઈતી હતી.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games