આઈપીએલમાં પાકિસ્તાને ખેલાડીઓના પ્રત્યે પોતાનુ દર્દ રજૂ કર્યા પછીથી શાહરૂખ ખાન વિરુધ્ધ મોર્ચો ખોલનારી શિવસેનાના તેવર હવે તેમને લઈને નરમ પડી ગયા છે. પાર્ટીએ જાહેર કર્યુ છે કે તેઓ ન તો કિંગ ખાનની ફિલ્મ 'માય નેમ ઈઝ ખાન'ના પ્રદર્શનનો વિરોધ કરશે, ન તો આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવાનો વિરોધ કરશે.
ન્યુઝ ચેનલ ટાઈમ્સ નાઉએ શિવસેનાના મુખપત્ર 'સામના'મા છાપેલી રિપોર્ટના હવાલાથી બતાવ્યુ કે પાર્ટી હવે શાહરૂખ ખાનનો વિરોધ નહી કરે. રિપોર્ટ કહે છે કે બીસીસીઆઈની ટ્વેંટી-20 ક્રિકેટ પ્રતિયોગિતા આઈપીએલમાં ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને રમવા પર પણ હવે શિવસેનાને આપત્તિ નથી.
જો કે પાર્ટીના વ્યવ્હારમાં અચાનક આવેલ બદલાવની પાછળ શુ કારણ છે, તેનો ખુલાસો હજુ થયો નથી. પરંતુ એવુ માનવામાં આવે છે કે રાહુલ ગાંધીની જોરદાર મુંબઈ યાત્રાએ પાર્ટીની રણનીતિને બદલવા માટે મજબૂર કરી છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ મહાસચિવ રાહુલ ગાંધી શુક્રવારે શિવસેના દ્વારા તેમને કાલા ધ્વજ બતાવવાની ધમકી આપવા છતા કોઈપણ ડર વગર મુંબઈ ફર્યા હતા. તેમણે બિંદાસ પૂર્વક લોકોની મુલાકાત લેવા ઉપરાંત લોકલ ટ્રેનમાં પણ પ્રવાસ કર્યો.