સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બિહારમાં નક્સલીઓનું તાંડવ, એકની હત્યા
Bookmark and Share Feedback Print
 

ચાર રાજ્યોમાં નક્સલીઓના 72 કલાકના બંધ દરમિયાન જોરદાર હિંસા અને ઉત્પાતના સમાચાર છે. બિહારમાં શનિવારે મોડી રાત્રે નક્સલીઓએ એક રેલવે ટ્રેક ફૂંકી માર્યો. જ્યારે ઓરિસ્સામાં પોલીસનો જાસૂસ હોવાની શંકાના આધારે એક વ્યક્તિની હત્યા કરી નાખી. બંધ દરમિયાન રેલ પરિવહન અત્યત ખરાબ રીતે પ્રભાવિત થયું છે.

દાનાપુર રેલ ખંડના ઝાઝા-નરગંજો રેલવે સ્ટેશનો વચ્ચે નરગંજો રેલવે સ્ટેશનની નજીક શનિવારે મોડી રાત્રે નક્સલિઓએ પાટાને ફૂંકી નાખ્યો. તેનાથી દિલ્હી-હાવડા રેલમાર્ગ પર રેલ પરિવહન ઠપ્પ થઈ ગયું છે.

પોલિસના અનુસાર ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી-માઓવાદીના નક્સલીઓએ મોડી રાત્રે બિહારના જમુઈ જિલ્લાના નરગંજો રેલવે સ્ટેશન નજીક વિસ્ફોટ કરીને પાટાને ફૂકી નાખ્યો. આ ઘટના બાદથી દિલ્હી-હાવડા રેલ માર્ગ પર રેલ પરિચાલન ઠપ્પ છે.

રાજ્યના અપર પોલિસ મહાનિદેશક [મુખ્યાલય] યૂ઼ એસ઼ દા એ રવિવારે જણાવ્યું કે, આ ઘટનામાં અપ અને ડાઉન બનને પાટાઓને નુકસાન થયું છે. પાટાના સમારકામનું કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

રેલવેના એક અધિકારીના અનુસાર ઘટના બાદ આ રેલ માર્ગ પર ચાલનારી એક દર્જનથી વધારે રેલગાડીઓ વિભિન્ન રેલવે સ્ટેશનો પર રોકી દેવામાં આવી છે.

નક્સલિઓએ ઓપરેશન ગ્રીનહંટના વિરોધમાં સાત ફેબ્રુઆરીથી બિહાર સહિત ચાર રાજ્યોમાં 72 કલાકના બંધનું આહ્વાન કર્યું છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games