ઓરિસ્સાના ગજપતિ જિલ્લામાં એક હોસ્ટલના રૂમમાં મચ્છરોને બચાવ માટે લીમડાની ડાળ અને પાંદડાને સળગાવવા ત્રણ કિશોરીઓ માટે જાનલેવા સાબિત થયાં છે.
શુક્રવારે ઘુમડાના કારણે જીવ મુંઝાતા ત્રણ કિશોરીઓનું મૃત્યુ નિપજ્યું છે. આ કિશોરીઓ કે.સી.પુર ગર્લ્સ હાઈસ્કૂલમાં આઠમા અને દસમાં ધોરણમાં ભણતી હતી.
ગજપતિ જિલ્લાના ચીફ મેડિકલ ઓફિસર શ્યામઘના બિસ્વારે કહ્યું કે, શુક્રવારે રાત્રે ત્રણેય કિશોરીઓએ પોતાના રૂમમાં સુવા ગઈ હતી. તે પહેલા તેમણે ત્યાં મચ્છરોને ભગાડવા માટે લીમડાની ડાળ અને પાંદડાઓ સળગાવ્યાં હતાં.