સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ
Bookmark and Share Feedback Print
 

ભારતે રવિવારે લાંબી દૂરી સુધી માર કરનારી પરમાણુ-ક્ષમતાયુક્ત સ્વેદશી મિસાઇલ અગ્નિ-3 નું સફલ પરીક્ષણ કર્યું. આ સાથે જ દેશ એ પસંદગી દેશોના સમૂહમાં શામેલ થઈ ગયો છે જેની પાસે મધ્યવર્તી શ્રેણીની બૈલિસ્ટિક મિસાઈલ (આઈઆરબીએમ) છે.

રક્ષા સૂત્રોના અનુસાર ઓરિસ્સાની રાજધાની ભૂવનેશ્વરથી આશરે 200 કિલોમીટર દૂર ભદ્રક જિલ્લાના વ્હીલર દ્રીપ સ્થિત પ્રક્ષેપણ સ્થળથી આશરે 10.46 વાગ્યે 3,000 કિલોમીટરની દૂરી સુધી માર કરનારી ક્ષમતાવાળી 1.5 ટન વજનની મુખાસ્ત્ર લઈ જવામાં સક્ષમ મિસાઈલનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. રક્ષા મંત્રાલયના પ્રવક્તા સિતાંશુ કારે જણાવ્યું કે, પરીક્ષણ સફળ રહ્યું.

અગ્નિ-3 નું આ ચૌથી પરીક્ષણ હતું. આ પરીક્ષણ સ્થળથી નવ જુલાઈ 2006 ના રોજ તેનું પરીક્ષણ વિફળ થઈ ગયું હતું. રોકેટનું બીજુ ચરણ મિસાઈલથી તરફ અલગ ન થઈ શક્યું હતું અને તે લક્ષ્ય પહેલા જ નીચે પડી ગઈ હતી.

રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) એ 12 એપ્રિલ 2007 અને નવ મે 2008 ના રોજ ફરી મિસાઈલનું પરીક્ષણ કર્યું અને બન્ને પરીક્ષણ સફળ રહ્યાં.

અગ્નિ-3 બે ચરણોની ઠોસ પ્રણોદક મિસાઈલ છે તેની લંબાઈ 17 મીટર અને વ્યાસ બે મીટર તથા વજન 50 ટન છે. અગ્નિ-1 750-800 કિલોમીટર મારક ક્ષમતા વાળી ઓછી દૂરીની મિસાઈલ છે અને અગ્નિ-2 1,500 કિલોમીટર ક્ષમતાવાળી મધ્યમ દૂરીની મિસાઈલ છે. આ બન્ને મિસાઈલ અગાઉથી જ સેનામાં શામેલ થઈ ચૂકી છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games