સ્થાનિક | રાષ્ટ્રીય | આંતરરાષ્ટ્રીય
મુખપૃષ્ઠ » સમાચાર જગત » સમાચાર » રાષ્ટ્રીય » બીટી રીંગણ આતંકવાદીઓ જેવું : આરએસએસ
Bookmark and Share Feedback Print
 

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના અધ્યક્ષ મોહન ભાગવતે માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક ‘જીન’ સંવર્દ્ધિત બીટી રીંગણને મંજૂરી આપવામાં આવવાના કોઈ પણ પ્રયત્નનો વિરોધ કરતા આજે કહ્યું છે કે, આવી કોઈ પણ ટેક્નિકની કોઈ જરૂરિયાત નથી જે માત્ર બહુરાષ્ટ્રીય કંપનીઓનો પક્ષ લેતી હોય.

ભાગવતે અહીં એક ખાનગી શૈક્ષિણક સંસ્થાનમાં આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે, આ દેશમાં લોકો છેલ્લા દસ હજાર વર્ષોથી રીંગણા વાવી રહ્યાં છે અને વાવેતરમાં સુધારા માટે કોઈ પણ નવી ટેક્નિકની આવશ્યકતા નથી. ભારતીય લોકોના લાંબા સમય સુધી જીવીત રહેવા માટે આવી કોઈ પણ વિદેશી ટેક્નિકની આવશ્યકતા નથી.

તેમણે કહ્યું કે, આ ભારતના પરંપરાગત કૃષિ માળખા પર કબ્જો કરવાનું ષડયંત્ર છે અને બહુરાષ્ટ્રીય કંપનીઓ બસ્સોથી વધુ પાકોની બીટી જાતો લાવવાનો નિર્ણય કરી રહી છે. આ નિર્ણય માનવ સ્વાસ્થ્ય માટે ઘાતક હોય શકે છે. આપણે આ ગંભીર ઘટનાક્રમને જોતા જાગવું પડશે અને કોઈ પણ રીતે બીટી રીંગણના વ્યવસાયિક ઉત્પાદનને રોકવું પડશે.

ભાગવતે બીટી રીંગણની તુલના આતંકવાદીઓ સાથે કરતા કહ્યું કે, અગાઉ માત્ર આતંકવાદીઓ ભારતીય સીમામાં ઘુસણખોરી કરતા હતાં હવે બીટી રીંગણ ઘુસણખોરી કરી રહ્યું છે.
સંબંધિત જાણકારી શોધો
Photogallery | Games